શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના કર્મયોગી આચાર્યશ્રીઓ અને શિક્ષકોના આયોજન હેઠળ વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામનાં જાહેર સ્થળો તેમ જ જાહેર માર્ગોની સફાઈનો કાર્યક્રમ આજે સવારે કરવામાં આવેલ છે.સૌનો અભિનંદનસહ આભાર.
નીમા ગલ્સૅ આટસૅ કૉલેજ, ગોઝારિયા ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતિની દ્રિદિવસીય ઉજવણી કરવામાં આવી
નીમા ગલ્સૅ આટસૅ કૉલેજ, ગોઝારિયા ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતિની દ્રિદિવસીય ઉજવણી કરવામાં આવી, જેમાં તારીખ 1/10/2018 ના રોજ ‘ગાંધીવિચાર’ ને સ્પર્શતા પુસ્તક-પ્રદર્શન યોજવામાં આવ્યું જે અન્વયે ગાંધીસાહિત્ય નું વાંચન વિદ્યાર્થિનીઓ અને પ્રાધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું. તેમજ તારીખ 2/10/18 ના રોજ ગાંધીવિષયક નિબંધસ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. તેમજ કોલેજ ના પ્રવૃત્તિખંડ માં વક્તૃત્વ સ્પર્ધા નું…
અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત અમદાવાદ નિવાસી પૂર્વ વિદ્યાર્થીઓનો કૃતજ્ઞતા સમારોહ યોજાયો
હીરામણિ વિદ્યાસંકુલ,અમદાવાદ ખાતે શ્રી ગોઝારિયા કેળવણી મંડળના અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત અમદાવાદ નિવાસી પૂર્વ વિદ્યાર્થીઓનો કૃતજ્ઞતા સમારોહ તા:૩૦/૦૯/૧૮ને રવિવારના રોજ યોજવામાં આવેલ.
અષ્ટદશાબ્દી મહોત્સવ વર્ષ-૨૦૧૮ અંતર્ગત જાયન્ટ ગૃપ ગોઝારિયા દ્વારા શૈક્ષણીક સંસ્થાઓના તેજસ્વી અને સ્પોર્ટસના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તરલાઓનો સન્માન સમારંભ યોજાયો.
શ્રી ગોઝારિયા કે.મંડળ દ્વાર આયોજિત અષ્ટદશાબ્દી મહોત્સવ વર્ષ-૨૦૧૮ અંતર્ગત જાયન્ટ ગૃપ ગોઝારિયા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના તેજસ્વી અને સ્પોર્ટસના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનવાનો પ્રોગ્રામ આજે શાળાના મફતલાલ મુખી પ્રાર્થનહોલ ખાતે યોજાયેલ. ભૂતપૂર્વ જાયન્ટસ પ્રમુખ તથા કેળવણી મંડળના કારોબારી સભ્ય પ્રોફેસર શ્રી એ.જી.પટેલ ઈનામ વિતરણ સમારંભના મુખ્ય સ્પોન્સર હતા. જાયન્ટસ ગ્રુપના વર્તમાન…
પૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન – નિમંત્રણ
આદરણીય વતનબંધુઓ તથા બહેનો, આપણી માતૃશિક્ષણ સંસ્થા શ્રી ગોઝારીય કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓના નવનિર્માણ અને પુન:પ્રાણપ્રતિષ્ઠાના ઉમદા હેતુથી તા ૨૯,૩૦અને૩૧ ડિસેમ્બર દરમિયાન અષ્ટદશાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે.સૌ શુભેચ્છકો,દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ સહયોગ અને સદ્ભાવ મળી રહ્યો છે તે બદલ આભારની લાગણી અનુભવું છુ.મહોત્સવની સફળતા માટે આગામી તા:૩૦:૯:૧૮ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે હીરામણી સંકુલ,એસ.જી.હાઈવે,અમદાવાદ…
તારીખ 24 સપ્ટેમ્બર,2018 ના રોજ નીમા ગર્લ્સ આર્ટ્સ કોલૅજ, ગોઝારીયા ખાતે NSS day ની ઉજવણી કરવામાં આવી,
તારીખ 24 સપ્ટેમ્બર,2018 ના રોજ નીમા ગર્લ્સ આર્ટ્સ કોલૅજ, ગોઝારીયા ખાતે NSS day ની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રોગ્રામ ઑફિસર શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલા અને અન્ય અધ્યાપકમિત્રો એ વિદ્યાર્થિનીઓ ને યુવા જાગૃતિ મતાધિકાર અંતર્ગત અવગત કરાવ્યા હતા. સ્વયંસેવકો એ રાષ્ટ્રીય સેવા કરવાની તત્પરતા બતાવી હતી.
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ” ની ઊજવણી કરવામાં આવી.
આજ તા. ૧૮-૦૯-૨૦૧૮ મંગળવારના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ” શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ ના વિશાળ પટાંગણમાં ભવ્ય શોભાયમાન સ્ટેજ તથા મંડપમાં સવારે ૮-૩૨ કલાકના ટકોરે સમારંભના પ્રમુખશ્રી પ્રો. મનુભાઈ અંબાલાલ…









